રેલવેના ભાડામાં ધરખમ વધારા માટે થઈ જાઓ તૈયાર, વિગતવાર માહિતી માટે કરો ક્લિક

આગામી દિવસોમાં રેલવે (Indian Railways) ના ભાડામાં વધારા (Fare Hike) માટે તૈયાર થઈ જજો.. ટૂંક સમયમાં સરકાર દ્વારા રેલવેના ભાડામાં વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે.

રેલવેના ભાડામાં ધરખમ વધારા માટે થઈ જાઓ તૈયાર, વિગતવાર માહિતી માટે કરો ક્લિક

અમદાવાદ: આગામી દિવસોમાં રેલવે (Indian Railways) ના ભાડામાં વધારા (Fare Hike) માટે તૈયાર થઈ જજો.. ટૂંક સમયમાં સરકાર દ્વારા રેલવેના ભાડામાં વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે. જેથી આગામી દિવસોમાં રેલવેની ટિકિટમાં 35 રૂપિયા જેટલો વધારો થઈ શકે છે. ન્યુઝ એજન્સીના દાવા મુજબ આ રેલવેના ભાડાના વધારાને સરકાર આગામી દિવસમાં મંજૂરી આપશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેલવે સ્ટેશનોના પુન:વિકાસ માટે રેલવે મુસાફરોએ 10 રૂપિયાથી 35 રૂપિયા જેટલું ભાડું વધારે ચૂકવવું પડશે. રેલવેના આ ભાડા વધારાના પ્રસ્તાવને આગામી દિવસોમાં મંજૂરી માટે કેબિનેટમાં મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ રેલવેના ભાડામાં અંદાજીત 35 રૂપિયા જેટલો વધારો જોવા મળી શકે છે.

યૂઝર ચાર્જમાં ઉમેરાશે વધારો
એક અંદાજ મુજબ રેલવે ભાડું યૂઝર ચાર્જના હિસાબે વધી રહ્યું છે. રેલવે વિભાગે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, યૂઝર ચાર્જ માત્ર એ જ સ્ટેશનો પર લેવામાં આવશે જેનો પુન:વિકાસ કરવાનો હોય અને જે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધારે રહેતી હોય. જેથી રેલવે વિભાગે માહિતી આપી છે કે દેશભરના 7 હજાર રેલવે સ્ટેશનમાંથી 700 થી 1 હજાર રેલેવે સ્ટેશન યૂઝર ચાર્જની શ્રેણીમાં આવે છે.

શું છે યૂઝર ચાર્જ?
યૂઝર ચાર્જ સુવિધાની અવેજીમાં લગાવવામાં આવે છે. હાલ આ યૂઝર ચાર્જ એરપોર્ટ પર લગાવવામાં આવે છે. એરપોર્ટ પર લાગતા આ યૂઝર ચાર્જનો એર ટિકિટમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે હવાઈ મુસાફરી માટે પ્રવાસીઓ જે ટિકિટ ખરીદે છે તેમા યૂઝર ચાર્જનો સમાવેશ થઈ જાય છે. પરંતુ હવે રેલવે ટિકિટમાં પણ યૂઝર ચાર્જ લગાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેથી હવે તમે રેલેવેની ટિકિટ ખરીદશો તેમાં 35 રૂપિયા વધારે ચૂકવવા માટે તૈયાર થઈ જજો. જો કે હજુ કેબિનેટની મંજૂરી બાદ આ વધારાનો અમલીકરણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news